મા કાર્ડ કઢાવવું થયું હવે વધુ સરળ .મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ને બદલે મળશે હવે આયુષ્માન ભારત કાર્ડ - Infogujarati.in

Latest

Sunday, August 1, 2021

મા કાર્ડ કઢાવવું થયું હવે વધુ સરળ .મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ ને બદલે મળશે હવે આયુષ્માન ભારત કાર્ડ

- મિત્રો રાજ્ય સરકાર દ્વારા સામાન્ય પ્રજાજનો ને રાહત આપતો એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવેલ છે .

- અત્યાર સુધી મા કાર્ડ ના લાભાર્થી ઓ ને મા કાર્ડ કઢાવવા માટે તાલુકા લેવલે જવું પડતું હતું . તેમાં પણ એક જ કેન્દ્ર હોવા ધણી મૂશ્કેલી પડતી . 



- પરંતુ હવે પ્રજાજનો એ મા કાર્ડ કઢાવવા માટે તાલુકા લેવલે જવાની જરૂર નથી . હવે તમને તમારા નજીક ના જ સરકારી             દવાખાને  થી આ કાર્ડ કાઢી આપવામાં આવશે .એને લગતા જરૂરી આદેશ સરકાર દ્વારા કરી દેવામાં આવ્યા છે .

મા કાર્ડ કાઢવાની પદ્ધતિ મા થયો બદલાવ :

- અત્યાર સુધી મા કાર્ડ કાઢવા માટે રાજ્ય સરકાર દ્વારા HEM પોર્ટલ નો ઉપયોગ થતો  . પરંતુ હવે થી તમામ કાર્ડ આયુષ્માન 
   ભારત યોજના અંતર્ગત BIS સોફટવેર દ્વારા બનશે
  1.  મા અને મા વાત્સલ્ય યોજના ની તમામ કેટેગરી માટે નવી નોંધણીની પ્રક્રિયા જરૂરી પુરાવા સાથે તેમજ આધાર કાર્ડ થકી
        BIS (bis.pmjay.gov.in) મા કરવામાં આવશે . 
  2.  હાલમાં જેમની પાસે મા કાર્ડ છે તેવા તમામ એક્ટિવ કાર્ડ ને હાલની જેમ પી.એમ.જે. એ.વાય યોજના ના કાર્ડ મા તબદીલ
        કરવામાં આવશે .
  3.  રાજ્ય સરકાર  દ્વારા " મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય " યોજના હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ ના નાણાકીય વર્ષ ના આવક ના દાખલા           ને આધારે ઇસ્યુ કરેલા કાર્ડ ની મુદત તા - ૩૧.૦૭.૨૦૨૧ ના રોજ સમાપ્ત થતી હોવાથી અને અન્ય કારણોસર બ્લોક કે રદ   
        થયેલ કાર્ડ ની નોધણી નવેસર થી BIS સોફટવેર ના માધ્યમ થી હવે નવેસર થી કરવાની રહેશે. 

કાર્ડ કઢાવવા માટે ની ફી

- મા કાર્ડ કઢાવવા માટે કોઈપણ જાતની ફી લેવામાં આવતી નથી . કાર્ડ કાઢતી વખતે સરકારી હોસ્પિટલ ના ઓપરેટર દ્વારા   
   સાદી બ્લેક એન્ડ વ્હાઈટ પ્રિન્ટ આઉટ મફતમાં આપવામાં આવશે .








1 comment:

  1. These trusted and safe casinos also certain you|ensure you|be positive to} actually get your winnings via an efficient and 점보카지노 safe system in a timely manner. The similar can't be stated with certainty regarding shady websites, which can compromise your private details as well as|in addition to} your winnings. Not many players are savvy and know what buyer safety they should to} be in search of, and that often leads them down a nasty path. Online playing is usually betting on on line casino or sports-type video games over the web. The on-line playing market has been segmented by game sort, end consumer, and geography.

    ReplyDelete